યોગની પરિભાષાઓ:
યોગ એટલે જોડાણ. યોગ શબ્દનો અર્થ જોડાણ એવો થાય છે, જે 'યુજ' ધાતુ પરથી આવ્યો છે.
યોગ એટલે આત્મા અને પરમાત્માનું મિલન
મનની એકાગ્રતા એટલે યોગ
શરીર, માં અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ મેળવવો તેને યોગ કહે છે.
યોગ એટલે સાક્ષાત્કાર.
૧. મહર્ષિ પતંજલિ અનુસાર યોગ:
"योगः चित्तवृत्ति निरोधः ।" અર્થાત્ ચિત્તવૃત્તિને રોકવી તે યોગ છે.
મહર્ષિ પતંજલિએ તેમના યોગદર્શનના પ્રથમ અધ્યાયના બીજા સૂત્રમાં યોગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે “યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ" ચિત્તવૃત્તિને રોકવાથી જીવનનું અંતિમ લક્ષ્ય મેળવી શકાય છે. ચિત્તવૃત્તિને સમજવા માટે એક ઉદાહરણ લઈએ.
એક સરોવરનું શુષ્ય અને પારદર્શક પાણી છે, જે સ્થિર હોવાના લીધે સરોવરની નીચે બધું સ્પષ્ટ જોઈ શકાય છે. સરોવરમાં કોઈ કારણથી વમળ ઉત્પન્ન થાય, તો નીચે જોઈ શકાતું નથી. અહીં આપણે ચિતવૃત્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. સરોવરનું તળીયું આત્મા છે અને આપણે બહાર ઉભા છીએ. વચ્ચે ચિત્તના વિચારોના લીધે વમળ ઉત્પન્ન થાય છે અને બહારથી આપણે આત્માને જોઈ શકતા નથી અર્થાત સમજી શકતા નથી એટલે કે જયાં સુધી આપણા મનમાં વિચાર છે, ત્યાં સુધી આપણે આપણા સ્વરૂપને આત્માને જોઈ નથી શકતા. આ માટે સરોવરના પાણીને શાંત પાડવું પડે, અર્થાત્ મનના વિચારો, તરંગોને શાંત પાડવા જોઈએ. જયારે સંપૂર્ણ રીતે વિચારશૂન્ય અવસ્થા પ્રાપ્ત થશે, ત્યારે આપણે, આપણુ વ્યક્તિત્વ સંકલિત થશે. એટલે કે બધાં જ સત્યો સમજાઈ જશે.
આપણું મન ખૂબ જ ચંચળ છે. એક સેકન્ડમાં હજારો વિચાર કરી નાખે છે. આ વિચારોમાં મોટાભાગના તો બિનજરૂરી અને નકામા હોય છે. તેઓ આપણા કાર્યને નુકશાન પહોંચાડે છે. કોઇ પણ કાર્ય કરવા લાંબો સમય સ્થિર રહેવું પડે, એટલે કે એકાગ્રતા રાખવી પડે આ એકાગ્રતા માટે પ્રયત્ન કરવો એ જ યોગની પ્રક્રિયા છે.
ચિત્તવૃત્તિ એટલે કે મનના વિચારો પર કાબૂ આવતાં વ્યક્તિને પોતાની શક્તિનું ઊંડાણ સમજાય છે. નકામા વિચારોને દૂર રાખીને વ્યક્તિ યોગમાર્ગમાં આગળ વધતો જાય છે. અને અંતે પરમપદને પ્રાપ્ત કરે છે.
૨. શ્રીમદ ભગવદગીતા અનુસાર યોગ
"योगः कर्मसु कौशलम् ।" અર્થાત્ “કર્મમાં કુશળતા જ યોગ છે.
શ્રીમદ ભગવત ગીતામાં યોગની આ વ્યાખ્યામાં 'કર્મ' અને 'કુશળતા' એ બે શબ્દો સમજવા જરૂરી હું યોગની આ વ્યાખ્યા સમજી શકાશે,
આખી જિંદગી પ્રામાણિકતાપૂર્વક બધાં કાર્યો કરવાં તેને કર્મ કહી શકાયે? ધન, સત્તા તથા ભૌતિક સુખસગવા મેળવવા કરેલાં કાર્યો કર્મ ગણાય? કર્મને સાદી ભાષામાં કાર્ય કહી શકાય પરન્તુ કયું કાર્ય ? કાર્ય કઈ રીતે કરો ? મૃત્યુનો સમય જયારે નજીક આવે છે, ત્યારે જીવનનાં તમામ ભૌતિક સુખો નિરર્થક લાગે છે. મરનાર કલ્યાણ કરવા સૌ પાર્મિક પુસ્તકોનું વાંચન, દાન વગેરે કરે છે. ભાવતા ભોજનની જગ્યાએ ગંગાજળ તથ તુલસીપત્ર અપાય છે. આવાં કાર્યો આપણે કરીએ છીએ છતાં સૂક્ષ્મ રીતે સમજતા નથી. અર્થાત માનવજીવનન ધ્યેય જાણો તથા તે પ્રાપ્ત કરવા માટે કાર્ય કરો. યોગશાસ્ત્ર અનુસાર જીવનમાં કરેલ કાર્યો અંતે તો નિરર્થક બની જાય છે. કારણ કે જીવનના અંતિમ લક્ષ્ય પ્રતિ આપણી જાગૃતિ નથી. આત્મસાક્ષાત્કાર અથવા તો સાચા સુખની પ્રાપ્તિ આપણા જીવનનું અંતિમ ધ્યેય છે. અને જે કાર્ય આપણને અમુક ધ્યેય સુધી પહોંચાડવામાં મદદ કરે અથવા પહોંચાડે છે, તેને જ સાચા અર્થમાં કર્મ કહેવાય છે. એટલે કે જીવનનો જે અંતિમ ધ્યેય વિચાર્યુ હોય તેને પ્રાપ્ત કરવા કરેલાં કાર્યો જ કર્મની અંદર આવે, અન્ય નહિ.
હવે, કુશળતાનો અર્થ સમજીએ આપણે કોઈ પણ કાર્ય કરીએ તો ફળ મળે છે. સારાં કામનાં સારાં અને ખરાબ કામનાં ખરાબ ફળ મળે છે. પરંતુ આપણે કુશળતા તો આ કાર્યનું જે ફળ મળે છે તેમાં આસકિત ન રહે તેમાં પ્રાપ્ત કરવાની છે. આપણે સહજ રીતે ઘણાં કાર્યો કરીએ છીએ જેમ કે શ્વાસ લઈએ તો ફેફસાં પર બોજો નથી પડતો એ જ રીતે આંખો પટપટાવીએ તો આંખો પર બોજો નથી પડતી. આ ક્રિયાઓ આપણે પ્રયત્નપૂર્વક કરતા નથી. આ રીતે કરેલા કાર્યો સારા હોય કે ખરાબ કર્મફળ સર્જાતું નથી. કાર્યો કરવા છતાં તેની માયામાં બંધાય નહિ તે કુશળતા.
કર્મમાં કુશળતા એને કહેવાય જયારે એ કર્મ આપણને બંધનમાં નાખતું નથી. ફળની આશા સાથે જયારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે સુખ કે દુઃખ કોઈ પણ ફળ પ્રદાન થાય છે અને જે સુખ કર્મ દ્વારા મળે છે, તે પણ કેટલાક સમય બાદ દુઃખમાં ફેરવાઈ જાય છે. આથી, કર્મની કુશળતા એને કહેવાય જયારે આપણે કર્મના ફળની આશાનો ત્યાગ કરીને માત્ર કર્તવ્ય સમજીને નિઃસ્વાર્થ ભાવથી કર્મ કરીએ. આ રીતે ફળ તો મળે છે, પરન્તુ કર્મફળની ઈચ્છા ન હોવાથી આપણે બંધનમાં નથી આવતા અને ધીમે-ધીમે જીવનના અંતિમ લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ.
૩. "समत्वम् योगमुच्यते।" અર્થાત્ યોગ એટલે સમતા
શ્રીમદ ભગવતગીતામાં કરેલી યોગની વ્યાખ્યાઓ પૈકીની એક વ્યાખ્યા આ છે. જે સ્થિતિમાં શરીર અને મનની સમતા છે, તે વિશેષ અવસ્થા એટલે યોગ આ સમતાને બે અર્થમાં લઈ શકાય છે.
1) વ્યક્તિના આંતરિક વ્યક્તિત્વની સમતા
2) વ્યક્તિના બહારના વર્તનની સમતા
મનુષ્ય વ્યક્તિત્વ વિશે આપણે આગળ માનસિક સ્વાસ્થ્યમાં સમજીશું. આ વ્યક્તિત્વના મુખ્યત્વે પાંચ વિભાગ છે- શરીર, પ્રાણ, મન, બુધ્ધિ અને આત્મા.
શરીર, પ્રાણ, મન અને બુધ્ધિ આ બધામાં સમતા જ યોગ છે. સામાન્ય રીતે આપણું શરીર જ યોગ છે. સામાન્ય રીતે આપણું શરીર અને મન સાથે નથી હોતું. શારીરિક કાર્ય કરીએ છીએ તો ઘણી વાર મન સાથે નથી રહેતું. ઘણી વખત માનસિક એવા વિચારો આવતા રહે છે, જેમાં શરીર અને શ્વાસ સાથે નથી હોતા, ન તો બુધ્ધિ સહકાર આપે છે. આ પરથી સમજી શકાય છે કે આપણી અંદર જ કેટલી અસમતા છે. આ અસમતામાંથી આપણે બહાર નીકળી સંપૂર્ણ સમતા પ્રાપ્ત કરવાની છે, જેને યોગ કહેવાય છે.
સાથે-સાથે બહારના વર્તનમાં પણ સંપૂર્ણ સમતાની જરૂર છે. વિવિધ વિપરીત અવસ્થાઓ જેમ કે, સુખ-દુઃખ, શીત-ઉપા, માન-અપમાન, પાપ-પુણ્ય વગેરેમાં મનને સમાન સ્થિતિમાં રાખવું તે જ યોગ છે. આમ, સમતા જ યોગ છે. દરેક પરિસ્થિતિને સમાન ગણવી, અને અંતિમ લક્ષ્યને પાપ્ત કરવા માટે આગળ વધ્યા જવું જોઈએ.